Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધોરણ-12માં નાપાસ થતા સુરત માંડવીના તડકેશ્વરની ખેડૂત પુત્રી કિંજલ પટેલનો ઝેર ગટગટાવી આપઘાત

 

સુરતઃ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા જાહેર થયું હતું આજે જાહેર થયેલા પરિણામ બાદ અનેક તેજસ્વી તારલાઓએ પોતાના સફળતાના રહસ્યો મીડિયા તેમજ લોકો સામે વર્ણવ્યા હતા ત્યારે સુરત શહેરના માંડવી તાલુકામાં એક દુઃખદ ઘટના બહાર આવી છે .

   સુરતના માંડવી તાલુકાના તડકેશ્નર ગામે ગામમાં ધોરણ-12ની કિંજલ પટેલે પરીક્ષામાં નાપાસ થયા બાદ આપઘાત કરી લીધો છે. કિંજલ પટેલ તડકેશ્નરની ફ્લાઈ શાળામાં અભ્યાસ કરતી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં નાપાસ થતાં તેણીએ ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો.

  કિંજલે ઝેરી દવા પીતા પરિવારના સભ્યોએ તેને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. કિંજલના પિતા ખેતીકામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. કિંજલના પિતા અરવિંદભાઈ પટેલને બે સંતાનમાં કિંજલ સૌથી મોટી હતી.

(10:28 pm IST)