Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ખેડા જિલ્લામાં પુરવઠા ખાતામાં ભ્રષ્ટાચારની ફરિયાદ

ખેડા:જિલ્લામાં પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવી છે. સરકારી અનાજના જથ્થામાં અધિકારીઓની મિલીભગત દ્વારા મહિને લાખોની ઉચાપત થતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. અનેર રજૂઆતો બાદ પણ મામલાની તપાસ ન કરાઈ હોવાનું અરજદારે જણાવ્યું છે. જેથી વિજીલન્સ દ્વારા અચાનક રેડ પાડી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 


મહુધા તાલુકાના રહીશ પી. એમ. ભાવસારે એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. સસ્તા અનાજની દુકાનો સુધી નિયત કરેલો પુરવઠો ન પહોંચતો હોવાના ગંભીર આક્ષેપ કર્યાં છે. મધ્યાહનભોજન યોજના અંતર્ગત શાળાઓ અને આંગણવાડીઓ સુધી પહોંચતા જથ્થાનો કેટલોક ભાગ સગે-વગે થઈ જતો હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. સામાન્ય રીતે સરકારી યોજનામાં આવતા પુરવઠામાં ૫૦ કિલો ૬૫૦ ગ્રામ જથ્થો એક બોરીમાં આવતો હોય છે. આ બોરી સીલ કરેલી અવસ્થામાં આવે છે.  વેર હાઉસમાંથી આ જથ્થો આવતો હોય છે. દરમિયાન તેના પર સીલ કરેલું હોય છે. પરંતુ સરકારી ગોડાઉનોમાં તેને ખોલી ચોક્કસ જથ્થો કાઢી લઈ ફરીથી સીલ કરી દેવામાં આવે છે.

(5:36 pm IST)