Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઇડર-હિંમતનગર હાઇવે પર ટેમ્પોની હડફેટે અજાણ્યા આધેડે ઘટનાસ્થળેજ જીવ ગુમાવ્યો

ઇડર:ઇડર-હિંમતનગર હાઈવે પર સાપાવાડા નજીક એક પૂરઝડપે દોડતા મીની ટેમ્પાએ અજાણ્યા વૃધ્ધને ટક્કર મારતાં, આ સાધુ જેવા લાગતા વૃધ્ધનું શરીરના ભાગે ગંભીર ઇજાઓને લઇ ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે ટેમ્પો ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

 


મળતી વિગતો અનુસાર ગત સોમવારની રાત્રે હિંમતનગર હાઈવે પર સાપાવાડાની સીમમાં આવેલ થીયેટર આગળથી રોડ ક્રોસ કરતા અજાણ્યા વૃધ્ધને એક પૂરઝડપે દોડતા મીની ટેમ્પોના ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને લઇ રોડ પર પટકાયેલ વૃધ્ધને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

(5:36 pm IST)