Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મહેસાણામાં ગટરનું ઢાંકણું શોધવા માટે 50 લાખના ખર્ચે બનેલ રોડ તોડી નાખતા ચકચાર

મહેસાણા:ના ટી.બી.રોડ પર ડિસેમ્બર માસમાં રૃ.૫૦ લાખના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે રોડ બનાવવાના કામ દરમિયાન બેદરકારીથી ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડમાં દટાઈ ગયા હતા. જોકે આરંભ ફ્લેટ પાસે ગટરના પાણી ઉભરાતા પાલિકા દ્વારા કુંડીના ઢાંકણા શોધવા રોડ તોડી નાખવામાં આવતા પાલિકાને નુકશાન જ્યારે આ  વિસ્તારની પ્રજાને ગટરના ગંદા પાણીને લઈ ૨૦ દિવસથી ભારે તોબા પોકારી ઉઠી છે.

 


મહેસાણાના ટી.બી. રોડ પર આવેલ આરંભ ફ્લેટ નજીક ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થઈ જવાથી ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર ૨૦ દિવસથી ફરી રહ્યા છે ત્યારે ગટર લાઈન તેમજ ગટરની કુંડીના ઢાંકણા શોધવા તાજેતરમાં તૈયાર કરાયેલ રૃ.૫૦ લાખનો ડામરરોડ તોડી નાખવામાં આવેલ છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે પાલિકાને નુકસાન થઈ રહ્યું છે.

(5:36 pm IST)