Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાજપના અગ્રણીની અભિનેત્રી સાથેની ડીવીડી વાયરલ થઇ

નેતાને બદનામ કરવા ખુદ ભાજપના જ ભેજાબાજનું ષડયંત્ર..!

વડોદરા તા. ૧૦ : ભાજપના અગ્રણી અને મુંબઇની એક અભિનેત્રી વચ્ચે ધરોબો હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે આ અભિનેત્રીના ઘરમાં બેઠેલા ભાજપ નેતાની ડીવીડી રાજકિય આગેવાનો, કોર્પોરેટરોને ત્યાં ટપાલથી કોઇ ભેજાબાજે મોકલતાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં મુંબઇની એક અભિનેત્રીનો સાસરીયા સાથેનો વિવાદ બહાર આવ્યો હતો ત્યાર બાદ અભિનેત્રીનો કેટલાક રાજકારણીઓ સાથે ધરોબો હોવાની તસવીરો વાયરલ થઇ હતી.

જેમાં વડોદરા ભાજપના એક આગેવાનને પણ ધરોબો હોવાની તસવીરો વોટ્સઅપ પર વહેતી કરાઇ હતી. આ કિસ્સા બાદ હવે ભાજપ અગ્રણી અને તે મહિલા વચ્ચેના ગાઢ સંબંધ અંગેની ડીવીડી ફરતી થઈ છે. કોઈ ભેજાબાજે ભાજપના નેતાની ઈમેજ ખરડવાના બદઈરાદાથી રાજકીય આગેવાનોને આ ડીવીડી પોસ્ટ દ્વારા મોકલી છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે, અગાઉ ભાજપ અને સંઘના અગ્રણીને બદનામ કરવા કોઈ  સ્ત્રી સાથેની તેમની સીડી ફરતી કરાઈ હતી. ત્યારે તે સીડી વડોદરામાં જ બની હોવા અંગેની ચર્ચા ચગડોળે ચઢી હતી. પરંતુ ત્યારબાદ આ સમગ્ર સીડી બનાવટી હોવાનું જાહેર થતાં સંજયભાઇને ભાજપે જ કલીનચીટ આપી અને એ સીડી બોગસ હોવાનું જાહેર કર્યું હતુ. આવો જ બીજો પણ એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.

ભાજપના એક અગ્રણી અને એક આઇપીએસ વચ્ચે કેટલાક કિસ્સામાં વિવાદ સર્જાયા બાદ આઇપીએસ અધિકારીની એક મહિલા સાથેની સેકસસીડી વાયરલ થઇ હતી. રાજકિય આગેવાનો અને અધિકારીઓને બદનામ કરવા અગાઉ બેનામી પત્રિકા બહાર પડતી હતી પરંતુ હવે હાઇટેક જમાનામાં ડીવીડી-સીડી કે વિડિયો વાયરલ કરી દઇ બદનામ કરવાનો પ્રયાસ શરૂ થયો છે.

(4:00 pm IST)