Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવની સફાઈ મામલે તંત્રની બેદરકારી :પુષ્કળ કુંભવેલ અને ગંદકી

ડાકોર :ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવની સફાઈ મામલે તંત્રની બેદરકારી બૂમો ઉઠી છે સ્થાનિકોના માનવા મુજબ છેલ્લા ઘણાં સમયથી તળાવમાં પારાવાર ગંદકી જોવાઈ રહી છે તળાવમાં પુષ્કળ માત્રામાં કુંભવેલ તેમજ ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છેતંત્ર દ્વારા ગોમતી તળાવમાં સફાઈની તસ્દી લેવામાં આવતી ના હોઈ જળચર જીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જેના પગલે શ્રધ્ધાળુઓમાં ભારે રોષ જોવાઈ રહયો છે

(12:03 pm IST)