Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

તારાપુર પંથકમાં સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ઠગાઇ કરવાનો આંકડો 1,75 કરોડે પહોંચ્યો

મુખ્ય સૂત્રધાર મહમદ અન્સારને ઝડપવા પોલીસ ટુકડીને મહારાષ્ટ્ર મોકલાઈ

તારાપુર પંથકમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ઠગાઈ કરવાનો આંકડો ૧.૭૫ કરોડે પહોંચ્યો છે.જેમાં  ફરાર થઈ ગયેલા મુખ્ય સુત્રધાર મહંમદઅન્સારને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

   આ અંગેની વિગત મુજબ 2016માં તારાપુર પંથકમાં ૧૮ હજારના ભાવે એક તોલુ સોનુ આપવાની લાલચ આપીને કુલ ૧૧ જેટલા વેપારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. વાસણાના બે ભાઈઓની મદદથી ઓળખાણમાં આવેલા મુળ મહારાષ્ટ્રના પરંતુ હાલમાં નડીઆદ બારકોશીયા અશરફી પાર્કમાં રહેતા મહંમદઅન્સાર શેખ દ્વારા વિધિ કરવાના બહાને મહુધા તાલુકાના રૂંદણ ગામે લઈ જઈને જમીનમાંથી એક કિલો ચાંદી તેમજ એક ઝાડ પરથી ૨૨ હજાર રૂપિયાની સો, પચાસ અને દશના દરની નોટોનો વરસાદ કરીને સૌને આંજી નાંખી પુરેપુરા વિશ્વાસમાં લઈ લીઘા હતા. ત્યારબાદ તેઓની પાસેથી કુલ 1,75 કરોડ રૂપિયા લઈને રાતોરાત નડીઆદ ખાતેનું પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો.

(11:07 am IST)