Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સુરતના પલસાણામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા છ વર્ષના બાળકનું મોત

સુરત :રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામવાની ઘટના યથાવત રહી છે છેલ્લા 4 દિવસથી દરરોજ આવી ઘટનાઓ નોંધાઈ રહી છે ત્યારે સુરતના પલસાણા વિસ્તારમાં આવેલા અવઘ સાંગ્રીલાના સ્વિમિંગ પૂલમાં એક 6 વર્ષીય બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતથી મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:04 am IST)