Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ગુજરાતમાં આચારસંહિતા ભંગની ફરિયાદએ સદી ફટકારી

ગ્રેટિટટ રાજ્યમાં 9,3 કરોડનો 3,14 લાખ લીટર દારૂ. 400 કરોડનું 113મ કિલો ડ્રગ્સ અને 3,74 કરોડ રોકડ સહિતની મતા જપ્ત

 

અમદાવાદ :ગુજરાતમાં ચૂંટણી પ્રચાર સમયે કોઈકને કોઈક મુદ્દા પર ટીકા-ટિપ્પણી કરવા બદલ કેટલાક નેતાઓ પર આચારસંહિંતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે.આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં 101 ફરિયાદ ચૂંટણી પંચને મળી છે

  . રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે, ચૂંટણી જાહેર થયા પછી હથિયારધારકો પાસેથી 51,938 જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. 2,48,826 લોકો સામે નોંધાયેલા ગુનાના આધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તો તકેદારીનાં ભાગરૂપે 54,758 બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે.

    ચૂંટણી ખર્ચ માટે નિમાયેલી ટીમ અને નશાબંધી વિભાગ દ્વારા તારીખ 8 એપ્રિલ 2019 સુધીમાં 9.3 કરોડનો 3.14 લાખ લીટર દારૂ, 500.1 કરોડની કિંમતનું અંદાજે 113.7 કિલો ડ્રગ્સ, .74 રૂપિયા રોકડ અને .79 કરોડની સોના-ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરવામાં આવેલી રોકડ રકમમાંથી 352.16 લાખની રોકડ આવક વેરા વિભાગ અને 22.7 લાખની રોકડ રકમ ફ્લાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટેસ્ટીક સર્વેલન્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

  ચૂંટણી પંચને આચારસંહિતા ભંગની 101 ફરિયાદ મળી છે. રાજ્યમાં તમામ ખાનગી અને જાહેર જગ્યા પરથી 1,17,088 પોસ્ટરો, બેનરો, ધજા અને લખાણો દૂર કરવામાં આવ્યા છે.

(11:59 pm IST)