Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ઉત્તર ગુજરાતમાં મોટો રાજકીય વળાંક : પાલનપુરના 57 સરપંચ કોંગ્રેસમાં જોડાયા

ધાસરાભ્યો કોંગ્રેસ છોડી રહ્યાં છે ત્યારે પાલનપુરમાં સરપંચોનો સામુહિક કોંગ્રેસમાં પ્રવેશ

 

બનાસકાંઠાઃ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા છે. સરપંચોએ અહીંના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ભટોળને જીતાડવા માટે હાંકલ કરી છે.

   બનાસકાંઠના પાલનપુર તાલુકાના લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ એક સાથે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી. પાલનપુરના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તમામ સરપંચ કોંગ્રેસમાં જોડાયા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર ભટોળને જીતાડવાની હાંકલ કરવામાં આવી હતી

     અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત કોંગ્રેસમાંથી ધારાસભ્ય કક્ષાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે. થોડા સમય પહેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પડી ભાંગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પાલનપુરમાં 57 ગામના સરપંચના કોંગ્રેસમાં જોડાવાથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે.

(10:52 pm IST)