Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સુરતમાં વેપારી પાસેથી 39 લાખનું કાપડ મંગાવી કોલકતાના બે વેપારીએ પેમેન્ટ ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરત: શહેરના રિંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટના વેપારી બંધુ પાસેથી કાપડ મગાવ્યા બાદ કોલકતાના બે વેપારીઓએ રૃા.૩૯ લાખનું પેમેન્ટ નહી કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોડાદરા રાધાકૃષ્ણ મંદિર સામે સર્જન રો હાઉસ ઘર નં. ૧૫ માં રહેતા ૩૯ વર્ષીય પવનકુમાર પરમાત્માપ્રસાદ પાંડે રીંગરોડ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.

કોલકત્તાના હાવડા ખાતે રહેતા અને ગણપત બંગલા રોડ સ્વસ્તિક એન્કલેવમાં રીષવ ટેક્સટાઈલના નામે કાપડનો વેપાર કરતાં આનંદ ભાનુપ્રકાશ મિશ્રા તેમજ બડા બજારમાં રહેતા નિરજ તેજુ સોનકરે પવનકુમાર પાસેથી શરૃઆતમાં નાના-નાના ઓર્ડર નો માલ મંગાવી ટુકડે ટુકડે પેમેન્ટ કર્યા બાદ રૃ. ૧૪,૯૩,૪૪૮ નો માલ મંગાવી તેનું પેમેન્ટ કર્યું હતું.

(5:39 pm IST)