Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સુરત: બમરોલી નજીક અગાઉ ચેક રિટર્નના કેસમાં મહિલાને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:બમરોલી રોડ પર એસ.કે ઈન્ડસ્ટ્રીઝ નામે ટેક્સ્ટાઇલ યુનિટ ધરાવતા એરિકા ક્રિયેશનના ફરિયાદી સંચાલક કુણાલ પ્રવિણચંદ્ર મોદીએ વર્ષ 2014માં મોના ફેબ્રિક્સના આરોપી સંચાલક મોનાબેન રૂ વાળાને સામાજિક સંબંધોના લીધે રૂપિયા 5 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપી મહિલાએ આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદીએ અલ્પેશ ઠક્કર મારફતે ચેક રીટન કેસને કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

આજરોજ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે કરાયેલા ચેકો ફરિયાદીના કાયદેસરના લેણા પેટે હોવાનું પુરવાર કરતા આરોપી મહિલાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવતો હુકમ કર્યો હતો.

(5:38 pm IST)