Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સેવાલિયા પાસે કારમાંથી રાજકોટ દાગીના બનાવવા આવતા સોનીઓ પાસેથી ચાંદીની પ્લેટો અને ચાર લાખ ઝડપાયા

પોલીસે 12 કિલો ચાંદીના બે પ્લેટો તથા ચાર લાખ રોકડા રૂપિયા જપ્ત કર્યા

પંચમહાલ લોકસભા વિસ્તારમાં આવેલ સેવાલીયા પાસેની જુની ચેકપોસ્ટ પર રાત્રી સમયે SST ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી ગોધરા તરફથી આવતી ઇનોવા કારને રોકીને કારમાં તપાસ કરતાં પાછલી સીટમાં એક મોટુ ખાનું બનાવવામાં આવ્યુ હતું. તેને ખોલીને અંદર દેખતાં ચાંદીની પ્લેટો તેમજ 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કારમાં બેઠેલા બાંસવાડાના સત્યનારાયણ શંકરલાલ સોની અને બીજો ઇસમ મધ્યપ્રદેશના રતલામનો રાજેશભાઇ મોહનભાઇ સોની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

કારના ડ્રાઇવર બાંસવાડાનો રાજેન્દ્ર નીનામાને પુછપરછ કરતાં તેઓ નોકરી કરતાં હોવાનું જણાવ્યું હતું. બંનેને ચાંદીના જથ્થા અને રોકડા રૂપિયા વિશે પોલીસે પુછતાછ કરતા કોઇ સંતોકારક જવાબ આપી શક્યા ન હતા. તેઓની પાસે કોઇ બિલ કે કોઇ આઘાર પુરાવા ના આપતાં પોલીસે 12 કિલો ચાંદીના બે પ્લેટો તથા ચાર લાખ રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા.પોલીસે કુલ 6,46,786 રુનો મુદ્દામાલ કબજે કરીને બેંની અટક કરવામાં આવી હતી.

પકડાયેલ સત્યનારાયણ શંકરલાલ સોનીએ કહ્યું કે, તેઓ રાજસ્થાનના સોની છે અને દરસાલ લગ્નસરા અગાઉ આ રીતે રાજકોટ દાગીનાની કામગીરી માટે જઇએ છીએ. રાજેશ મોહનલાલ સોનીને ડ્રાઇવીંગ માટે સાથે લીધો હતો. જોકે બીલ ન હોવાથી મુદ્દામાલ સીઝ કરાયો હતો.

(12:33 pm IST)