Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

રાજપીપળા ના મહીલા તબીબ પીએમ મોદીની અપીલને 5 વર્ષથી અનુસરી સગર્ભાઓનું મફત નિદાન કરી રહ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના મહિલા તબીબ ડો દર્શનાબેન દેશમુખ છેલ્લા પાંચ વર્ષ થી તેમની હોસ્પિટલમાં દર મહિના ની નવમી તારીખે સગર્ભા મહિલાઓનું મફત નિદાન કરે છે  પ્રધાન મંત્રી મોદી એ વર્ષ  2016.માં મન કી બાત કાર્યક્રમ માં તબીબોને અપીલ કરી દર મહીને એક દિવસ સગર્ભા બહેનો ને નિઃશુલ્ક તપાસવા અપીલ કરી હતી જેથી ડો દર્શનાબેને તેમની આ અપીલ સ્વીકારી અને તેમની હોસ્પિટલ માં તેની જાહેરાત પણ કરી હતી જે આજદિન સુધી જાળવી છે, વડોદરાની એમ એસ યુનિ માંથી એમ ડી ગાયનેક ની ડિગ્રી મેળવનાર આદિવાસી સમાજની આ દીકરી અભ્યાસમાં પહેલેથીજ તેજસ્વી અને તેમાં પ્રેરણા મળી તેમના સ્વ.પિતા ચંદુભાઈ દેશમુખની જેઓ સમય જતા ભાજપના ભરૂચ સાંસદ બન્યા હતા.

 નર્મદા જિલ્લાના પ્રથમ આદિવાસી મહિલા તબીબ તરીકે નામના મેળવનાર ડો દર્શના એ અત્યાર સુધી માં 2909 સગર્ભા બહેનો નું નિઃશુલ્ક નિદાન કર્યું છે આ સેવા તેઓ નવ તારીખે રવિવાર હોય તો પણ ચાલુ રાખે છે. આ સેવા દરમ્યાન. તેમને 25 મહિલાઓની ડિલિવરી પણ વિના મુલ્યે કરી છે માત્ર તબીબી ક્ષેત્રે જ નહિ સામાજિક સેવા ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે જેમાં તેમના પતિ ડો.રાજકુમાર નો પણ સહયોગ મળતો રહે છે કોરોના ના કપરા કાળ માં પણ આ તબીબ દંપતી એ સેવાની જ્યોત પ્રગટાવી રાખી હતી. ત્યારે બંને દંપતીએ કોરોના લોકડાઉંન દરમ્યાન રાજપીપળા શહેર માં ફરજ બજાવતા સો જેવા હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો ને તેમની અંગત દેખરેખ હેઠળ ચા નાસ્તો પહોંચાડવાની સેવા કરી હતી ડો દર્શનાબેનની આવી સેવાભાવના ની ભારત સરકારે પણ નોંધ લીધી અને તેમને  પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એવોર્ડ આપી સન્માનિત કરાયા છે ઉપરાંત અન્ય સંસ્થાઓ ના મળી કુલ નવ એવોર્ડ તેમને મળ્યાં છે  તેમનો ગરીબ પરિવાર માં ઉછેર હોય ગરીબો પ્રત્યે ની સહાનુભૂતિ સ્વાભાવિક છે રાજપીપલા માં બ્લડ બેન્ક ની સ્થાપના થી જોડાયેલ છે અને વર્ષ માં એક વાર રક્તદાન અચૂક કરે છે માત્ર આરોગ્ય ક્ષેત્ર નહિ તેઓ પર્યાવરણ જાગૃતિ માટે પણ સક્રિય છે તેમના સ્વ. પિતા વર્ષો સુધી સાઇકલ પર ફરતા અને ગામડા ની મુલાકાત લેતા તેમની પ્રેરણા લઇ ડો દર્શના અને તેમના પતિ ડો.રાજકુમાર પણ અવાર નવાર સાઇકલ લઇ ગામડા ની મુલાકાત લઈ પર્યાવરણ બચાવ નો સંદેશ લોકો ને આપે છે તેમણે  આ રીતે લગભગ આઠ હજાર કિમિ નો સાઇકલ પ્રવાસ કર્યો છે. આદિવાસી સમાજ માં અગાઉ શિક્ષણ નું પ્રમાણ નહિવત હતું તે સંજોગો માં સંઘર્ષ કરી તબીબ બની લોકસેવા કરવી એ પ્રેરણા દાયક છે ત્યારે આ મહિલા તબીબે આદિવાસી સમાજ અને નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.

(10:46 pm IST)