Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

થલતેજના હેબતપુરામાં પટેલ દંપતીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો :બેનના લગ્નનો ખર્ચ કાઢવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો

પૈસાની જરૂર હોવાથી લુંટના ઇરાદે ફર્નિચરનું કામ કરનારે મિત્રો સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો: હથિયાર અને ચોરીના બાઈક સહિત રોકડ જપ્ત

 

અમદાવાદ થલતેજના હેબતપુર વિસ્તારમાં આવેલા ઝાયડસ રોડ પરનાં શાંતિ પેલેસ બંગલોમાં રહેતા વૃદ્ધની ગત શુક્રવાર સવારે અડધો કલાકમાં કરપીણ હત્યા કરી લુટારુઓએ લૂંટ ચલાવી હતી. પોલીસે પાંચ આરોપીઓમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજને પકડી પાડયા હતા. બેનના લગ્નના ખર્ચ માટે ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, ભરત અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. જોકે ફોટા પાડવાનાં નામે આરોપીઓ ઘરમાં ઘૂસ્યા હતા. આરોપી હત્યા કરી અશોક ભાઈની કારમાં ભાગવાનું હતું પરંતુ કાર ગિયરમાં પડતા દરવાજા સાથે અથડાઈ ગઈ હતી

હત્યારાઓએ પહેલા અશોકભાઈ સાથે ઝપાઝપી કરતા તેઓ બેહોશ થઈ ગયા હતા. હત્યારાઓએ અશોકભાઈ સાથે ઝપાઝપી કરી દરમિયાન જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાં હતા ત્યારે અવાજ આવતા તેઓ નીચે આવ્યા તો નીતિને તેમના પર હુમલો કર્યો. જેમાં જ્યોત્સનાબેન મૃત્યુ પામ્યા ત્યારબાદ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું.

 

(9:52 pm IST)