Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વલસાડના રામવાડીમાં સ્કૂલ બસ ચાલક લઘુશંકા કરવા ગયો અને ન્યુટ્રલમાં રહેલી બસ દોડવા લાગી

બસ નજીકમાં ઉભેલી કારને ટક્કર મારી એપાર્ટમેન્ટની દીવાલમાં અથડાઈ

વલસાડના રામવાડી વિસ્તારમાં અતુલ વિદ્યાલય સ્કૂલની બસથી અકસ્માત થયો હતો. ચાલકની ગંભીર ભૂલને લઈ આ અકસ્માત થયો હતો. બસ ન્યુટરલમાં મૂકીને ચાલક લઘુશંકા માટે ગયો હતો.અને તે સમયે ઉભેલી બસ દોડતી થઈ ગઇ હતી. આ બસ નજીકમાં ઉભેલી કારને ટક્કર મારી એપાર્ટમેન્ટની દીવાલમાં અથડાઈ હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ  જો બાળકો અંદર તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા નકારી ન શકાય તેવા સવાલ સાથે સ્થાનિકોમાં રોષ ભભૂકયો છે.

(9:06 pm IST)