Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા સાતલપુર તાલુકાના વરણોસરી ગામમાં ખેડૂત સંમેલન યોજાયું

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા સાંતલપુર તાલુકાના વરણોસરી ગામમાં ખેડૂત સંમેલન યોજાયું હતું આ ખેડૂત સંમેલન મા રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતોએ હાજરી આપી હતી ખેડૂત સંમેલનમાં ખેતીમાં કરેલ પ્રગતિ અલગ-અલગ અખતરાઓ અને ખેડૂતોના અનુભવો ની ચર્ચા વિચારણા કરવામાં આવીહતી

             રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂત મંડળોના આગેવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ બનાસબેન્ક અને આઈ આઈ એફ એલ સાંતલપુર બેન્ક ના અધિકારીઓ દ્વારા ખેડૂતોને જીવન વીમા ઉતરાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા ખેતીને લગતી વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં ખેતી અને પાણી માટે લોકભાગીદારીથી કરવાલાયક કામગીરીની ચર્ચા-વિચારણા કરી ખેડૂત સંમેલનનું આયોજન બનાસ ફાર્મર પ્રોડ્યૂસર કંપની દ્વારા કરવામાં આવે લ જેમાં 410 ખેડૂતો અને 65 જેટલી મહિલાઓ મળી મહેમાનો સાથે કુલ 485 લોકોએ હાજરી આપેલ હતી

(8:16 pm IST)