Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

નાંદોદના એક ગામમાં સ્કૂલ વર્દીના રીક્ષા ચાલકની વિધવા મહિલા સાથે દાદાગીરી બાદ અભયમ મદદે પહોંચ્યુ

અગાઉ જે રીક્ષામાં બાળકો જતા હોય તે રીક્ષા વાળા વ્યસની હોય બીજી રીક્ષા વાળા સાથે મોકલતા વિધવા મહિલા ઉપર હુમલો કરી બહાર નીકળીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : રાજપીપળા નજીકના એક ગામમાં રહેતી વિધવા મહિલા તેના બે બાળકો અને સાસુ સાથે રહેતી હોય શાળા એ જતા બાળકોને પાડોશીની રીક્ષામાં શાળાએ મોકલતા હતા પરંતુ એ રીક્ષા વાળા વ્યસની હોય સમયસર ન પહોંચતા મહિલા એ અન્ય એક રીક્ષાવાળાને વર્દી મારવા કહેતા પાડોશી રીક્ષાવાળો ચિડાયો અને મારી રીક્ષામાં કેમ બાળકોને મોકલવાનું બંધ કર્યું તેમ કહી આ વિધવા મહિલા ઉપર હુમલો કરી તેના ઘરના દરવાજા તોડી નાંખી ધમકી આપી કે બહાર નીકળીશ તો જાનથી મારી નાંખીસ જેથી ડરી ગયેલા સાસુ વહુને પોતાનું અને બાળકોનું રક્ષણ કેવી રીતે કરવું તે સમજ ન પડતા આખરે અભયમ મહિલા હેલ્પલાઇનમા ફોન કરતા રાજપીપળા અભયમ ટીમ સ્થળ પર પહોંચી બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રીક્ષા ચાલકે જણાવ્યુ કે તમારે ફાવે તે કરો મારી રીક્ષામા બાળકો નહીં મોકલે તો તેમને સ્કૂલમા જવા નહીં દઇશ તેવી ધમકી આપી જેથી આ મહિલા ગભરાઈ જતા પોલીસ રક્ષણ માટે અભયમને જણાવતા અભ્યમ ટીમે રાજપીપળા પો.સ્ટે.મા મામલો સોંપી વિધવા મહિલાની મદદ કરી હતી

(6:35 pm IST)