Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગાંધીનગર નજીક જલુંદમા ગેરકાયદે ધમધમતી કેમિકલની ફેક્ટરી પર મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી દીધું

ગાંધીનગર: શહેર નજીક આવેલા જલુંદ ગામની સીમમાં ખેતરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ફેકટરી ધમધમતી હતી અને અહીં કોપર બનાવવામાં આવતું હતું જે અંગે પ્રદુષણ બોર્ડે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે ગાંધીનગર મામલતદારની ટીમ અહીં ઓચિંતી ત્રાટકી હતી અને અહીં ફેકટરી ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને ૬૦ ટન જેટલા કેમિકલ કચરાનો નાશ કર્યો હતો. ખેતરમાં બે ઓરડી અને એક શેડને તોડી પાડવામાં આવ્યો હતો તો સંબંધિત વ્યક્તિઓ સામે પગલાં ભરવા માટેની પણ તજવીજ શરૂ કરવામાં આવી હતી

ગાંધીનગર જિલ્લામાં જીઆઈડીસી વિસ્તાર હોવા છતાં ખેતરોમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ફેકટરીઓ ધમધમતી હોય છે. ગાંધીનગર શહેર નજીક જલુંદ ગામના સર્વે નં.પ૭૨માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ ફેકટરી ધમધમતી હોવા અંગે ગ્રામજનોએ પણ અનેકવાર ફરિયાદો કરી હતી અને મામલો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે પહોંચ્યો હતો. જીપીસીબી દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ફેકટરી માલિક અને જમીન માલિક સામે ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો.

(5:17 pm IST)