Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુરતમાં અગાઉ બેફામ ડ્રાઈવિંગ કરીને રસ્તાનું કામ કરનાર શખ્સને ઇજા પહોંચાડનાર ચાલકને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

સુરત: શહેરમાં આજથી નવ વર્ષ પહેલાં ડુમસ રોડ પર કામ ચાલું હોવા છતાં બેફામ ડ્રાઈવીંગ કરીને રસ્તાનું કામકાજ કરનાર શખ્શને હડફેટે લઈ ઈજા પહોંચાડનાર આરોપી કારચાલકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કીર્તિકુમાર ગોહેલે તમામ ગુનામાં દોષી ઠેરવી ત્રણ માસની કેદ.રૃ.500 દંડ તથા દંડ ભરે તો વધુ 10 દિવસની કેદની સજા ફટકારી છે.

ડુમસ રોડનું કામકાજ ચાલુ હોવાથી બંધ હોવા છતાં તા.6-10-11ના રોજ મારૃતિ સુઝુકી કારના ચાલક આરોપી ફકીર પરસોત્તમ પટેલે બેફામ પણે કાર ચલાવી રોડનું કામકાજ કરતા રાજેન્દ્ર શંકર પટેલને હડફેટે લઈને માથામાં તથા મોઢા પર ગંભીર ઈજા પહોંચાડી હતી.આરોપી કાર ચાલક અકસ્માત સર્જીને બનાવ સ્થળેથી નાસી છૂટયો હતો.જેથી ફરિયાદી રમેશ શીવુ પટેલે આરોપી કાર ચાલક વિરુધ્ધ રોડ બંધ હોવા છતાં  પુર ઝડપે કાર ચલાવી રોડનું કામકાજ કરતાં રાજેન્દ્ર પટેલને ગંભીર ઈજા પહોંચાડવા અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

(5:15 pm IST)