Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુરતના ભેસ્તાનમાં આવાસના મકાનમાં થયેલ ભ્રષ્ટાચાર સામે આવ્યો:પાંચ વર્ષના સમયમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં

સુરત: શહેરના  મ્યુનિ. વિસ્તારમાં બનેલા ગરીબ આવાસમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે પાંચ વર્ષના ટુંકા ગાળામાં અનેક આવાસ જર્જરિત થઈ ગયાં છે. જેમાં પણ ભેસ્તાનમાં બનેલા 240 તો એવા છે કેજેને લાભાર્થીઓને આપવામા પણ આવ્યા નથી તેમ છતાં જર્જરિત થઈ ગયાં છે. જ્યારે વડોદમાં 600 આવાસ લાભાર્થીને આપી દીધા છે પરંતુ જર્જરિત થતાં લાભાર્થીઓએ પૈસા ભરવાનું બંધ કરી દીધું છે. આવાસની બાકી રકમ માટેની ઉઘરાણી થતાં જર્જરિત આવાસનું કૌભાંડ બહાર આવ્યું છે.

સુરત મ્યુનિ.ના ભેસ્તાન વિસ્તારમાં જર્જરિત આવાસની ફરિયાદનું સમાધાન થાય તે પહેલાં આજે ભેસ્તાનમાં 240 આવાસ લાભાર્થીઓને ફાળવ્યા વિના પાંચ વર્ષમાં જર્જરિત થઈ ગયાં હોવાથી કોઈને આપી શકાય તેવા નથી તે ફરિયાદ બહાર આવી છે. ભેસ્તાન વિસ્તારમાં .એમ. ભંડેરી અને તિરૃપતિ કંસ્ટ્રક્શન દ્વારા 400 જેટલા આવાસ બનાવવામા આવ્યા છે. જેમાંથી ચાર બિલ્ડીંગના 240 આવાસ એવા છે જેને હજી લાભાર્થીઓને ફાળવવામા આવ્યા નથી. પાંચ વર્ષમાં આવાસ ભીમ નજર ઝુંપડપટ્ટીના રહીશોને આવાસ બને ત્યાં સુધી રહેવા માટે આપ્યા હતા.  ભીમનગર ઝુંપડટ્ટીના રહીશોએ આવાસ ખાલી કર્યા ત્યાર બાદ આવાસ એટલા જર્જરિત થઈ ગયાં છે કે કોઈને આપી શકાય તેમ નથી.પાંચ વર્ષના ટુંકા ગાળામાં આવાસ જર્જરિત થાય તે મુદ્દે મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાની શંકા થઈ રહી છે.

(5:14 pm IST)