Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વડોદરાના પોર જીઆઈડીસીમાં વેપારીની કારનો કાચ તોડી ગાડીમાં મુકેલ 2 લાખ તફડાવી ગઠિયો રફુચક્કર

વડોદરા: શહેરમાં પોર જીઆઇડીસીમાં કવોરીના વેપારીની ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી ગાડીમાં મુકેલ રૃા. લાખ રોકડા તેમજ અન્ય ડોક્યુમેન્ટ મુકેલી બેગને બાઇક પર આવેલા ત્રણ શખ્સો ઉઠાવી ગયા હતાં.

સમા-સાવલી રોડ પર સહજ રેસિડેન્સી ખાતે રહેતા પ્રવિણભાઇ પરબતભાઇ પટેલ ગળતેશ્વર ખાતે ક્વોરીમાંથી કપચીનો વેપાર કરે છે. તેઓનું એક હાઇવા ડમ્પર બગડયુ હોવાથી પોર જીઆઇડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ બોડી બિલ્ડર ખાતે રિપેરીગ માટે આપ્યું હતું. તા.૬ના રોજ ડમ્પર રિપેર થઇ જતા પ્રવિણભાઇ તેમના પુત્ર તેમજ ડમ્પરના ડ્રાઇવર સાથે પોર ગયા  હતાં. પોલીસે કંપની તેમજ તેની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ શખ્સો બાઇક પર આવી હતી અને તેઓ ગાડીનો કાચ તોડી રોકડ રકમ તેમજ અન્ય દસ્તાવેજો મુકેલી બેગ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું.

(5:12 pm IST)