Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અરરર...ગુજરાતમાં ૫ વર્ષમાં સામુહિક બળાત્કારના ૧૩૧ બનાવો

ગાંધીનગર તા. ૧૦ :.. આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલ અતારાકિંત પ્રશ્નોતરીમા કોંગ્રેસના વિક્રમભાઇ માડમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં રાજય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં ૩૦-૬-૧૯ ની સ્થિતીએ સામુહિક બળાત્કારના છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩૧ કેસો બન્યા છે.

આ બનાવોની રાજય સરકારે  ગંભીરતાથી નોંધ લીધી છે અને આ અંગે રાજયમાં પોલીસ તંત્રને કડક તાકીદ કરવામાં આવી અને પોલીસ તંત્ર દ્વારા ઘનીષ્ઠ તપાસ હાથ ધરી અને કુલ પ૦૦ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. જયારે ૧૮ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે. આ આરોપીઓને પકડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમાં કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહી અને ભવિષ્યમાં રાજયોમાં આવા બનાવો બને નહિ તેની પુરેપુરી કાળજી લેવામાં આવશે.

(4:34 pm IST)