Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

લોકશાહી ફરી ગુલામી તરફ ધકેલાશે, બહુમતીના જોરે મન ફાવે તેવા કાયદા ન બનાવોઃ ધાનાણી

મનમોહનસિંઘ કદી પાકિસ્તાન ગયેલા નહિં, વણનોતર્યું કોણ ગયેલ તે સૌ જાણે છે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦: આજે વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા સંદર્ભે ચર્ચા વખતે વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકારની આકરી ઝાટકણી કાઢી કાયદાનો વિરોધ કર્યો હતો.

પરેશ ધાનાણીનેઅ કહ્યું કે, ડો. મનમોહનસિંહ કયારેય પાકિસ્તાન નથી ગયા વણનોતરે પાકિસ્તાન કોણપ ગયું તે સૌ જાણે છે. ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આ ગુજરાત ગાંધી અને સરદારનું છે. અને આ મહાનુભાવોએ ત્રિરંગો લહેરાયો છે. જાતનું મુલ્ય જાતની રીતે રહેવા દો. આ દેશમાં માત્ર મુસ્લિમોને અન્યાય છે તેવું નથી આમાં અભણ અને નાના વર્ગના દલિતો, આદિવાસીઓ વગેરેને અસર થાય છે બહુમતિના ઝોરે મનફાવે તેવા કાયદા ન બનાવો.

લોકોની નાગરીકતા પર સવાલ ઉભા થશે. લોકશાહીને ફરી ગુલામીના ધકેલશે મુસલમાનોને મહોરૂ બનાવે છેઃ ભારતીય મુળભુત અધિકારોને છીનવવાનું ષડયંત્ર છે તેવો આક્ષેપ પણ ધાનાણીએ કર્યો હતો.

(4:02 pm IST)