Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

'હર ગાંવ હમારા' : એચડીએફસી બેંક દ્વારા ખેડુતોને ઘર આંગણે બેંકીંગ સુવિધાઃ ટોલ ફ્રી નંબર લોન્ચ

અમદાવાદ તા. ૧૦: દેશના અંતરિયાળ  વિસ્તારોમાં વસતા ખેડૂતો અને કૃષિકારો આર્થિક સેવાઓ પ્રાપ્ત કરી શકે તે માટે એચડીએફસી  બેંક લી. દ્વારા 'હર ગાંવ હમારા' ઈન્ટરેકટીવ વોઇસ  રીસ્પોન્સ (આઇવીઆર) ટોલ ફ્રી નંબર (૧૮૦૦ ૧૨૦ ૯૬૫૫) લોન્ચ કરવામાં આવેલ છે.

બેકિંગ ઉત્પાદનો અંગે પુછપરછ કરવા/ પ્રાપ્ત કરવા ખેડુતો ફોન મારફતે બેંક સુધી પહોંચી શકે  તે માટે આઇવીઆર માટેનું એક વન સ્ટોપ કોલીંગ સોલ્યુશન છે.  આ ટોલ ફ્રી આઇવીઆર સેવા ફકત ૧૮૦૦ ૧૨૦ ૯૬૫૫ નંબર ડાયલ કરીને અને પિનકોડ નંબર શેર કરીને દેશના ખેતી અને કૃષિ સમુદાયને  બેંક સાથે જોડવાનુ શકય બનાવશે.  ખેડુતોને  સૌથી નજીકમાં આવેલી બેંકની શાખા આપમેળે  જ નકશા પર દર્શાવવામાં  આવશે અને બેંકના પ્રતિનિધી  તેની/તેણીની જરૂરીયાતોને પુર્ણ કરવા તેમના સુધી પહોચશે.

ઉદેશ્ય ભારતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી સરકારના આર્થિક  સમાવેશના દ્રષ્ટિકોણોને  અનુરૂપ  વિવિધ  આર્થિક, ડિજીટલ ઉત્પાદનો અને સામાજીક સુરક્ષાની યોજનાઓ અંગે જાગૃતિ પેદા કરવાનો છે.  ભારતની બે-તૃત્યાંશ વસ્તી ગ્રામ્ય   વિસ્તારમાં વસે છે. અને તેમના મોટા ભાગના  લોકો હજુ પણ ઔપચારિક બેંકિંગ સેવાથી વંચિત છે. એચડીએફસી  બેંક આ પહેલા  મારફતે  શહેરી ગ્રામ્ય  વિસ્તાર વચ્ચે  સેતુ રચવા સમગ્ર દેશમાં પ્રયત્નશીલ છે.

એચડીએફસી  બેંકના રૂરલ  બેંકીંગ ગ્રુપના  બિઝનેસ હેડ શ્રી રાજિન્દર બબ્બરએ જણાવ્યુ હતુ કે 'અમારો ઉદેશ્ય બેંકિંગ સેવાને ભારતના  તમામ ખેડુતો અને કૃષિકારોના ઘરઆંગણા  સુધી લઇ જવાનો છે. અમારો ટોલ ફ્રી નંબર એચડીએફસીી બેંકને ગ્રામ્ય કેન્દ્રી આર્થીક ઉત્પાદનો અને સેવાઓની તેની સમગ્ર  શ્રેણીને  ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચાડવામાં  મદદરૂપ થશે.'  આ પ્રકારની  પહેલ ગ્રામ્ય ભારતમાં  વસતા ગ્રાહકો ની બદલાતી મહત્વાકાંક્ષાઓને  સંતોષવામાં  તેમના ઘરોમાં સમૃદ્ધિ લાવવામાં અને ગ્રામ્ય  અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

આ વિસ્તારોમાં બેંકની પ્રોડકટ રેન્જમાં કિસાન ગોલ્ડ કાર્ડ હેઠળની લાગણી પુર્વ અને બાદની  પાકલોનનો સમાવેશ થાય છે. જે પાક અને ચોક્કસ  ભૌગોલિક  ધિરાણની વ્યાપક સુવિધા પુરી પાડી પાકચક્ર અને વિવિધ  કૃષિ  જળવાયુ ક્ષેત્રોમાં  ફેલાયેલા  ખેડુતોની સ્થાનિક  જરૂરિયાતોને  પરિપુર્ણ  કરે છે.  આ પ્રકારની ધિરાણસુવિધા  પશુપાલન , પોલ્ટ્રી, મત્સ્યપાલન અને રેશમ ઉત્પાદન જેવી સંલગ્ન કૃષિ પ્રવૃતિઓ માટે પણ પુરી પાડવામાં આવે છે. આ સાથે જ ખેડુતો કૃષિકારોની બચત ખાતા, ફિકસ ડિપોઝીટ (બાંધી મુદતની થાપણ) અને લોન સંબંધિત  અન્ય જરૂરિયાતોને  પણ પરિપુર્ણ કરવામાં આવશે.

(3:41 pm IST)