Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મકરસંક્રાતિએ અણગમા સાથે પહેરેલી હેલ્મેટ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબીત થશે

ચાઇનીઝ દોરીની આકસ્મીક ઈજા - મૃત્યુની ઘાતથી બચવા

રાજકોટઃ રાજ્ય સરકારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો અને  સમગ્ર  રાજ્યમાં ભારે વિરોધ વચ્ચે અંતે સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો મરજીયાત  બનાવીને  હેલ્મેટમાંથી વાહન ચાલકોને  મુકિત મળતા વાહન ચાલકો રાજીના રેડ થઇ ગયા હતા.  ટુ વ્હીલર વાહન ચાલકોને કાયમી હેલ્મેટ પહેરવાથી  ઘણી મુશ્કેલીઓ  પડે છે. તે સમજી શકાય તેવી પણ હતી અને સરકારે પણ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુકતી આપી છે.

માત્ર મકરસંક્રાંતિના પરબે જો કોઇ વાહન ચાલકને  બહાર જવાનુ થાય તો અણગમા સાથે પણ ફકત એક જ દિવસ હેલ્મેટ પહેરશે તો બની શકે કે તેઓ ચાઇનીઝ દોરીના આકસ્મીક ઈજા કે મૃત્યુની ઘાતથી બચી શકે અને એક દિવસ માટે પહેરેલી હેલ્મેટ તે વાહનચાલક માટે આશીર્વાદ રૂપ બની શકે .

મકરસંક્રાંત નિમિત્તે અસંખ્ય વાહનચાલકો પતંગ દોરા-ચીકી - ઉંધીયુ - ફરસાણ મીઠાઇની ખરીદી કરવા અથવા મુંગા પશુઓને લીલુ નાખવા અથવા ફાળો નોંધાવવા ટુ વ્હીલર પર નિકળે અને સંજોગો વસાત વાહન ચાલકોને માથા પરથી પતંગનો દોરી પસાર થાય પરંતુ જો વાહન ચાલક ે હેલ્મેટ પહેર્યા હોય તો બની શકે કે હેલ્મેટની સપાટી લીસી હોવાથી દોરી લસરી જાય અને વાહન ચાલક આકસ્મીક ઈજાથી બચી શકે આમ દરેક વાહન ચાલકને મકરસંક્રાંતે પહેરેલી હેલ્મેટ આશિર્વાદરૂપ  બની શકે. 

(3:41 pm IST)