Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગુજરાતના સાયબર માફીયાઓ અને ગુન્હેગારોની કમર તોડવા અંતે ફુલપ્રુફ પ્રોજેકટ તૈયાર

'સાયબર આશ્વત'નો હેતુ સાયબર ક્રાઇમ અટકાવવા, ગુન્હો બને તો તુર્ત જ આરોપીને પકડી લેવા અને લોકોને સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃત કરવાનો છેઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાથે અકિલાની વાતચીતઃ ૩૩ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જોડતો આઇજી નરસિમ્હા કોમારના નેતૃત્વમાં તૈયાર થયેલ આ પ્રોજેકટ ટ્રાફીક મેનેજમેન્ટ, ગુન્હેગારોની તપાસ માટે ખુબ જ ઉપયોગીઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જેમાં જાતે રસ દાખવ્યો છે તેવા દેશના આપ્રથમ પ્રોજેકટનુંલોકાર્પણ અમીતભાઇ શાહ કરવાના છે ત્યારે પ્રોજેકટની રસપ્રદ કથા

રાજકોટ, તા., ૧૦: ગુજરાતમાં દેશનું સૌ પ્રથમ સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનીટ  કે જે સાયબર આશ્વતના નામથી જાણીતું છે તે પ્રોજેકટનું અમીતભાઇ શાહ ઉદઘાટન કરવાના છે તેઓ આપ્રોજેકટ સાયબર ક્રાઇમના  વધતા જતા ગુન્હાઓ રોકવા, ગુન્હાઓ બન્યા બાદ તાત્કાલીક આરોપીઓને ઝડપી લેવાની મેઇન થીમ હોવાનું જેમના માર્ગદર્શન નીચે સમગ્ર પ્રોજેકટ તૈયારથયો છે તેવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના  સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે ઓનલાઇન છેતરપીંડીના બનાવોનો વ્યાપ વધવા સાથે સામાન્ય લોકોન તો શું વાત કરવી? ઓનલાઇન છેતરપીંડીનો  ભોગ સિનીયર આઇએએસ અને સિનીયર આઇપીએસ પણ ગુજરાતમાં બન્યા હોવાથી  આ પ્રોજેકટ રાજયના લોકો માટે ખુબ જ ઉપયોગી બની રહેશે.

રાજયના પ્લાનીંગ અને મોડેનાઇઝેશનના આઇજી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત પર ૭૦૦૦ સીસીટીવી કેમેરાઓથી ગુન્હેગારો પર નિયંત્રણ રાખવા ૩૧પ કરોડનો પ્રોજેકટનું પણ અમીતભાઇ લોકાર્પણ કરનાર છે.

૩૩ જીલ્લાના કમાન્ડીંગ સેન્ટર સાથે જોડી વિશ્વાસ પ્રોજેકટના માધ્યમથી ટ્રાફીક મેનેજમેન્ટ, ગુન્હાખોરીઅનેગુન્હેગારો ઉપર  તીસરી આંખથી નજર રાખવા માટે આ ડ્રીમ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજયના  પોલીસ વડા શિવાનંદ ઝા સહીતનાસંબંધક અધિકારીઓ તથા ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ પ્રોજેકટમાં અંગત રસ દાખવ્યાનું સુત્રો જણાવે છે.

(11:28 am IST)