Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમદાવાદમાં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ મહોત્સવ

શનિથી સોમ ત્રણ દિવસીય ધર્મોત્સવઃ અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પુરૂષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની હાજરી

(કેતન ખત્રી), અમદાવાદઃ  અમદાવાદમાં તા.૧૧ થી ૧૩ ડિસેમ્બર દરમિયાનમાં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ મહોત્સવ યોજાએલ છે.

આ મંદિરના શિલાયન્સ મહોત્સવના ઉદ્ઘાટનમાં તા. ૧૧ ડિસેમ્બર (શનિવાર)ના રોજ ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, શ્રી દેવવ્રત આચાર્ય, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ પાટીદાર સમાજ શ્રેષ્ઠી અને રાજસ્વી મેહમાનો ઉપસ્થિતઃ રહેશે.

તા. ૧૨ રવિવારના રોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય યજમાન શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ (ભાજપ અમદાવાદ) ઉપસ્થિતઃ રહેશે. તા. ૧૩  સોમવારે ૫૦૧ યજમાન સાથે શિલાપૂજન કાર્યક્રમ યોજાશે.

આ સાથે શ્રી નીતિનભાઈ પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી) શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રી પુરષોતમભાઈ રૂપાલા (કેન્દ્રીય મંત્રીશ્રી), શ્રી મનસુખભાઈ માંડવીયા (કેન્દ્રીય મંત્રીશ્રી), શ્રી પરેશ ધાનાણી (ધારાસભ્ય) તેમજ સમાજમાં જાણીતા ધર્માચાર્યો અને સંતોની પણ ઉપસ્થિતિ રહેશે.

આ ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમ વિશેની માહિતી આપવા માટે સમાજના અગ્રણી શ્રી મણિભાઈ (મમ્મી) -અધ્યક્ષશ્રી, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી દિલિપ નેતાજી -માનદ મંત્રી,ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી રમેશભાઈ પટેલ (દુધવાળા) -કન્વિનર, ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ સમિતિ, શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય, ભાજપ અને  ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ સમિતિ) , શ્રી વાસુદેવ પટેલ (દાનેશ્વરી પાટીદાર અગ્રણી) ઉપસ્થિતઃ રહ્યા હતા.      

૧૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ માટેની વ્યવસ્થા સાથેનું સંકુલ બનાવામાં આવશે, ૩૦૦કરોડના ખર્ચે શિક્ષણ સેવા પુરી પાડશે અને  ૫૧ મંત્રો રચિત પોથીયાત્રા નીકળશે.

જગતજનની મા કુળદેવી ઉમિયા માતાજી ૧૮૬૬ વર્ષથી ઉંઝાના અત્યંત પૌરાણિક અને સુપ્રસિધ્ધ તિર્થસ્થાન-યાત્રાધામમાં જગતજનની મા ઉમિયા માતાજી બીરાજમાન  છે.કડવા પાટીદારો શ્રધ્ધા અને આસ્થાથી મા ઉમિયા માતાજીની કુળદેવી તરીકે પુજા,આરાધના,સાધના અને ઉપાસના કરે છે. કરોડો શ્રધ્ધાળુઓ જગતજનની મહાદેવી મા ઉમિયા માતાજીમાં આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.પાટીદારોના તિર્થસ્થાન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ઉંઝાના મા ઉમિયા માતાજી મંદિર માજીનું પ્રાગટ્ય સ્થાન છે.દરવર્ષે લાખો શ્રધ્ધાળુ મા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનુભુતી કરે છે.જે પૈકીના ૩૫ ટકા શ્રધ્ધાળુ અન્ય જ્ઞાતીના હોવાનું ઉકત આગેવાનોએ જણાવાયું છે.

(12:37 pm IST)