Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હવે ૪ દિ' લગ્નોત્‍સવ માણી લ્‍યો...શુક્રવારથી કમૂહુર્તા

લગ્નનું છેલ્લુ મૂહુર્ત ૧ર ડીસેમ્‍બરેઃ ૧ મહિનો સગાઇ, લગ્ન, યજ્ઞોપવિત, વાસ્‍તુ જેવા માંગલિક પ્રસંગોમાં બ્રેક : લગ્નોત્‍સવનો નવો તબક્કો ૧૮ જાન્‍યુઆરીથીઃ મકરસંક્રાતિ આ વર્ષે તા.૧પમીએઃ તા.૩ માર્ચથી હોળાષ્‍ટક : જાન્‍યુઆરીમાં શુભ લગ્નના પાંચ મૂહુર્તોઃ જાન્‍યુઆરીમાં તા.૧૮, ર૦, ર૯, ૩૦ અને ૩૧: ફેબ્રુઆરીમાં તા.૧,૪,૧૦ં,૧૩, ૧૬,રપ, ર૬ અને ર૭મીએ મૂહુર્ત

રાજકોટ, તા,.૯: ગુજરાતમાં અત્‍યારે લગ્નોત્‍સવની મૌસમ પુરબહારમાં ખીલી છે.  દિવાળી પછી શરૂ થયેલો લગ્નોત્‍સવનો પ્રથમ તબક્કો હવે પુરો થવામાં છે. આજથી છેલ્લા ૪ દિવસ લગ્નોત્‍સવ છે. શુક્રવારથી કમુહુર્તા બેસી રહયા છે તેથી તે સમયગાળામાં સગાઇ, લગ્ન, વાસ્‍તુ, યજ્ઞોપવિત જેવા માંગલિક કાર્યો ઉપર શાષાોકત દ્રષ્‍ટિએ નિષેધ રહેશે. લગ્નોત્‍સવનો વિક્રમ સવંતના નવા વર્ષનો બીજો તબકકો અને ર૦ર૦ના વર્ષનો પહેલો તબકકો તા.૧૮ જાન્‍યુઆરીથી શરૂ થશે. આ વખતે મકર સંક્રાંતી તા.૧૪ ના બદલે ૧પ જાન્‍યુઆરીએ આવે છ.

શાષાી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટના કથન મુજબ લગ્નોત્‍સવના વર્તમાન તબક્કામાં છેલ્લુ શુભ મુહુર્ત તા.૧ર ડિસેમ્‍બરનું છે. તા.૧૪ જાન્‍યુઆરીથી એક મહિનાના કમુહર્તા બેસે છે. તે સમયગાળામાં લગ્ન જેવા શુભકાર્યો થઇ શકે નહી. કથા, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો તે અરસામાં થઇ શકે છે.  નવેસરથી લગ્નગાળો પોષ વદ-૯ શનિવાર તા.૧૮ જાન્‍યુઆરીથી શરૂ થશે. જાન્‍યુઆરી મહિનામાં તા.૧૮, ર૦, ર૯, ૩૦ અને ૩૧ તેમ પાંચ શુભ મુહુર્તો છે. ફેબ્રુઆરીમાં તા.૧, ૪, ૧૦, ૧૩, ૧૬, રપ, ર૬ અને ર૭ના દિવસોમાં લગ્નોના મુહુર્તો છે. તે સમયગાળામાં પુષ્‍કળ લગ્નો થશે. ૩ જી માર્ચથી એક અઠવાડીયું હોળાષ્‍ટક નિમિતે લગ્નોત્‍સવમાં વિરામ રહેશે. હોળી પછી ૧૬ માર્ચથી લગ્નોત્‍સવનો વધુ એક તબક્કો શરૂ થશે.

(4:11 pm IST)