Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કોઇ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની હાલ વિચારણા નહિ

વિધાનસભામાં બ્રિજેશ મેરજાને સરકારનો જવાબ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૯ : નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં રૂપાંતરિત કરવાની આપેલ દરખાસ્તો અંગે કોંગ્રેસના બ્રિજેશ મેરજાના પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૦-૬- ૧૯ની સ્થિતિએ કુલ ૬૬ દરખાસ્તો આપી છે.

પ્રાદેશિક સ્તરે રાજયની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ છ ઝોનમાં વિભાજીત કરીને પ્રાદેશિક કમિશનરની કચેરીઓની રચના કરવામાં આવેલ છે. આ નવા માળખાથી નગરપાલિકાઓના પ્રશ્ન નિરાકરણ કરવા અને વહીવટી માળખુ સુદૃઢ કરવામાં સહાયતા મળશે. આથી હાલ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરવાની દરખાસ્તો-રજૂઆતો અન્યએે કાર્યવાહી કરવાની રહેતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી, સુરેન્દ્રનગર વગેરેની મહાનગરપાલિકાનો દરજ્જો મળવાની આશા હતી તેના પર હાલ પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે.

(4:10 pm IST)