Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વિધાનભસા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદમાં નિભાવી ટ્રાફિક પોલીસની ભુમિકા

ટ્રાફિક જામ થઇ જતા કારમાંથી નીચે ઉતરી ટ્રાફીક વ્યવસ્થા સંભાળી

રાજકોટ તા. ૯ : ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો અમદાવાદમાં મોડી રાત્રે ટ્રાફીક મેનેજ કરતો એક વીડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ ચાર રસ્તા પર થયેલ ચકકાજામને દુર કરવા માટે જાતે જ કારમાંથી ઉતરીને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી શનિવારે રાત્રે અમદાવાદમાંથી સિંધુભવન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે સિંધુભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઇ જતાં તેઓ પોતે જ કારમાંથી નિચે ઉતરી ગયા હતા અને ટ્રાફીક મેનેજ કરવા લાગ્યા હતા. પરેશ ધાનાણીનો ટ્રાફીક મેનેજ કરતો આ વિડીયો રવિવારે સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જ કારમાંથી ઉતરીને ટ્રાફીક મેનેજ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણી લોકોની સમસ્યા માટે હંમેશા દોડી આવતા હોય છે. તાજેતરમાં જ તેમનો પ્રજા પ્રેમ બિનસચિવાલયની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ જોવા મળ્યો હતો. જેમાં ગાંધીનગરમાં તેમણે અડધી રાત્રે ધારાસભ્યોના આવસની કેન્ટીન ખોલાવીને ઉપવાસ પર બેસેલા વિદ્યાર્થીઓ માટે ખીચડી અને શાક બનાવડાવ્યું હતું અને પછીતેને લઇને વિદ્યાર્થીઓને પરીસ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જ આખી રાત ઉપવાસ છાવણીમાં વિતાવી હતી.

(1:11 pm IST)