Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

BTP દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર: રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે. BTP દ્વારા 6 ઉમેદવારોની વિધાનસભાની સીટની યાદી જાહેર કરવામાં આવી આવી છે .

(12:55 am IST)