Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સોજીત્રા બેઠક પર ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલનું નામ આવતા કાર્યકરો અને સરપંચોમા ભારે નારાજગી

પીએમ મોદી, ગૃહમંત્રી શાહ, સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સુધી લેખિતમા રજૂઆત

આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પર ભાજપ સંગઠનનાં જિલ્લા પ્રમુખ વિપુલ પટેલનું નામ સંભવિત ઉમેદવાર તરીકેની અટકળો થતાં કાર્યકરો અને સરપંચોમા રોષ જોવા મળ્યો હતો. પીએમ મોદી,ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સુધી લેખિતમા રજૂઆત કરી હોવાનો લેટર સોશિયલ મિડિયામાં ફરતો થયો હતો.

ભાજપ કાર્યકરોએ પોતાના સ્વભાવના કારણે બે ટર્મથી ચૂંટણી હારતા આવેલ વિપુલ પટેલને સોજીત્રા બેઠક પર ત્રીજી વખત મેનડેટ ન આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

  આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પર 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિપુલ પટેલની હાર થઇ હતી અને બંને ચૂંટણીમાં કોંગ્રેસના પૂનમભાઈ પરમારની જીત થઇ હતી. આમ બે ટર્મથી હરતા આવેલા વિપુલ પટેલના નામની ટિકિટ માટે ચર્ચા થતા ભાજપ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. 

(12:16 am IST)