Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોંગ્રેસ હવે મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડ નહીં પણ કપડવંજ બેઠક પરથી મેદાને ઉતારી શકે

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કપડવંજ બેઠક પર ચૂંટણી લડી શકે એવું સૂત્રોનું કહેવું છે, કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને કપડવંજ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે, મહેન્દ્રસિંહ વાઘેલા પાસે બાયડ અને કપડવંજ 2 વિકલ્પ છે જો કપડવંજ બેઠકથી ટિકિટ આપવામાં આવે તો કોંગ્રેસમાં મોટો વિરોધનો વંટોળ ઉભો થઇ શકે છે. 

બીજી તરફ કપડવંજ બેઠક પર ભાજપે જબરદસ્ત કમર કસી છે, 156થી વધુ ગામ, 55 શક્તિ કેન્દ્ર, 333 બુથ શરૂ કરી એટીચોટીનું જોર લગાવે છે, જો કે ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે, કપડવંજ બેઠક જીતી પીએમ મોદીને ભેટ આપવાની છે.

મહેન્દ્રસિંહ વાઘેલા 2012થી 2017 સુધી બાયડના ધારાસભ્ય રહ્યા હતા. ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સસમયે તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે વિધાનસભા ચૂંટણી પર ફરી કોંગ્રેસમાં જોડાયા છે. 

(12:15 am IST)