Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો: ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ આપ્યું રાજીનામું

દાહોદ ઝાલોદના ધારાસભ્યએ આજે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. દાહોદ ઝાલોદના ધારાસભ્યએ આજે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધુ છે. ભાવેશ કટારાએ આજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે.  નોંધનીય છે કે આ પહેલા પણ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય પાર્ટી છોડી ચૂક્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધારાસભ્યને પાર્ટી છોડી દેતા ખળભળાટ મચી ગયો છે.

(11:38 pm IST)