Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વેલીયન્ટ પ્રિમિયર લીગમાં નર્મદા જિલ્લામાંથી રાજપીપળાનાં વિશાલ પાઠકની પસંદગી થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નવેમ્બર મહિનામાં વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 રમાવા જઈ રહી છે એક બાજુ ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ બન્યો છે તેની વચ્ચે વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 ની પણ શરૂઆત થઈ રહી છે વી પી એલની પહેલી સિઝન થી જ અમદાવાદના સલમાન પઠાણ અને છત્તીસગઢ ના ગાઝિ સુજાઉદીન રમી રહ્યા છે જ્યારે નર્મદાથી વિશાલ પાઠક કે જેઓ વેલીયન્ટ પ્રિમિયર લીગ ની સિઝન 2 થી જોડાયા હતા જેઓ હવે સિઝન 2 માં સુરત વોરિયર્સ,જ્યારે સિઝન 3 અને 4 માં રાજપીપલા કિંગ્સ ટિમનો કેપ્ટન બનીને ટિમને ફાઇનલ સુધી પહોંચાડી અને સિઝન 5 માં અમદાવાદ ફાઈટર તરફથી રમશે
જ્યારે છત્તીસગઢ નો ગાઝિ સુજાઉદીન પણ અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી સિઝન 5 માં રમવાનો છે ગાઝિ સુજાઉદીન એ વેલીયન્ટ ક્લબ નો સૌથી સિનિયર ખેલાડી છે જેને વેલીયન્ટ ક્લબ તરફ થી 33 ટી-20 મેચ રમી ચુક્યો છે જેમાં તેને 18.90 ની ઔસત થી 624 રન બનાવ્યા છે જેમાં સૌથી વધુ 56 બોલ માં 69 રન પણ બનાવ્યા છે જ્યારે બોલિંગ માં 49 વિકેટ પણ લીધી છે જેમાં એક મેચ માં 17 રન આપી 4 વિકેટ પણ લીધી છે ગાઝિ એ વેલીયન્ટ ક્લબ તરફ થી 3 વાર નેપાળ ખાતે ટી-20 સિરીઝ પણ રમી ચુક્યો છે  છેલ્લા10 વર્ષ થી વેલીયન્ટ ક્લબ તરફ થી રમી રહ્યો છે 2018 માં વેલીયન્ટ માઇલસ્ટોન નો એવોર્ડ પણ ગાઝિ સુજાઉદીન ને મળી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે .
જ્યારે અમદાવાદ ના સલમાન પઠાણ પણ સિઝન 5 માં રમી રહ્યો છે અમદાવાદ ફાઈટર તરફથી 3જી વાર કેપ્ટન તરીકે ફરજ બજાવશે જોકે સલમાન પઠાણ ની આ 5મી સિઝન છે ગાઝિ સુજાઉદીન સાથે વેલીયન્ટ ની પહેલી સિઝન થી સલમાન પઠાણ રમી રહ્યો છે
જાન્યુઆરી 2022 માં રામાયેલ ક્લબ  ચેમ્પિયનશીપમાં વાડી ખાતે રામાયેલ માં વિશાલ પાઠકે હેટ્રિક વિકેટ લીધી હતી અને અમદાવાદ ખાતે રામાયેલ ક્લબ ચેમ્પિયનશીપમાં સલમાન પઠાણ એ હેટ્રીક વિકેટ લીધી હતી
આ વર્ષે આ ત્રણેય સિનિયર ખેલાડી અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી જ રમવાના છે

(10:22 pm IST)