Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો ટૂંકસમયમાં જાહેર કરશે

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ વિધિવત જાહેરાત કરાશે

અમદાવાદ :ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે.

 મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે  89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ વિધિવત પ્રથમ યાદી જાહેર કરાશે

(9:53 pm IST)