Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અમદાવાદમાં 21 વિધાનસભાના 7 ખર્ચ નિરીક્ષક આવશે :ઓબ્ઝર્વર સંબંધિત ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે.

નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય ત્યારે ઉમેદવાર ના તમામ ખર્ચ પર ધ્યાન રખાશે

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ઓબ્ઝર્વર શહેરમાં આવશે. અમદાવાદમાં 21 વિધાનસભાના 7 ખર્ચ નિરીક્ષક આવશે. ઓબ્ઝર્વર સંબંધિત ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. ચૂંટણી ખર્ચ અંગે અને ચૂંટણી સંબંધિત પ્રક્રિયા પર પણ નજર રાખશે. આવતી કાલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય ત્યારે ઉમેદવાર ના તમામ ખર્ચ પર ધ્યાન રખાશે. આ સિવાય સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે કેમ નહીં તેનું નિરીક્ષણ કરશે. આવતીકાલે સવાર સુધી તમામ લોકો અમદાવાદ આવી પહોચશે

(9:50 pm IST)