Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

'' ખબર નહીં ક્યાં સુધી સહન કરવું પડશે '': સુરતમાં શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલે પોતાનો રોષ ઠાલવ્યો

શહેર ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ સામે આવ્યા: હસમુખ પટેલે પાર્ટી કે નેતાનું નામ લીધા વિના ટિપ્પણી કરી

સુરત શહેર ભાજપમાં વધુ એક બળવાના એંધાણ. શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલે પોતાનો રોષ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરી. હસમુખ પટેલે પાર્ટી કે નેતાનું નામ લીધા વિના ટિપ્પણી કરી. ખબર નહીં ક્યાં સુધી સહન કરવું પડશે તેવું લખાણ લખ્યું." હસમુખ પટેલે ઉધના વિધાનસભા માટે દાવેદારીના પ્રયત્ન કર્યા હતા. હસમુખ પટેલની ટિપ્પણીથી સુરત ભાજપમાં ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. ચૂંટણીની જાહેરાત થતાં જ શહેર ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ સામે આવ્યા છે

   
(9:49 pm IST)