Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કડી બેઠકના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં કકળાટ: કાર્યકરો પ્રદેશ કાર્યાલયે ઉમટ્યા :હોબાળો મચાવ્યો

. કાર્યકરોએ પ્રવીણ પરમાર અને બળદેવજી ઠાકોર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો : ચૂંટણી બહિષ્કારની ચીમકી

અમદાવાદ :  રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કકળાટ શરૂ થઇ ગયો છે. કડી બેઠક પર ઉમેદવાર પ્રવીણ પરમારનો ભારે વિરોધ થઇ રહ્યો છે. કડી કોંગ્રેસના કાર્યકરોએ આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કાર્યાલયે આવીને હોબાળો કર્યો હતો.

 કાર્યકરોએ પ્રવીણ પરમાર અને બળદેવજી ઠાકોર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ રમેશ ચાવડાને ટિકિટ આપવા માટે માગ કરી હતી અને જો માગ નહીં સંતોષાય તો કાર્યકરોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે

(9:44 pm IST)