Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ :મહિસાગર જિલ્લાને સ્પર્શતી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ

ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસ દ્વારા CFSIની અલગ અલગ ટિમો બનાવી ચેકિંગ શરૂ કરાયુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્યની સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ એલર્ટ મોડ પર છે. મહિસાગર જિલ્લાને સ્પર્શતી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરવામાં આવી છે અને ચેકપોસ્ટ ઉભી કરીને આંતરરાજ્ય રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસ દ્વારા CFSIની અલગ અલગ ટિમો બનાવી ચેકિંગ શરૂ કરાયુ છે.

(9:41 pm IST)