Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ટિકિટની સત્તાવાર જાહેરાત પહેલાં કોંગ્રેસના નેતા પુંજા વંશે ફોર્મ ભરવાની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવા માટે તમામ પાર્ટી એક પછી એક જાહેરાત કરી રહી છે તેવામાં મુખ્ય પાર્ટીએ હજુ ઉમેદવારની યાદી જાહેર કરી નથી તેવામાં ટિકિટની સત્તાવાર જાહેરાત થયા પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતા પુંજા વંશે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આવતીકાલે 10 નવેમ્બરે ઉના બેઠક માટે તેઓ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કર્યા પહેલા જ પુંજાભાઈ વંશે આ એલાન કર્યું છે. વીડિયો દ્વારા તેમણે સમર્થકોને હાજર રહેવા અપીલ કરી છે.

(9:33 pm IST)