Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

થરાદ વિધાનસભા બેઠક પર ટિકિટ માટે પટેલ સમાજનો હુંકાર:ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ

ભળડાસર ગામમાં પટેલ સમાજની બેઠક મળી: બહારના કોઇ વ્યક્તિને ટિકિટ આપશે તો ચલાવી લેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો સાથે દરેક સમાજ પણ ટિકિટ આપવાની માગ સાથે મેદાને ઉતર્યા છે, ત્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા પટેલ સમાજે હુંકાર કર્યો છે. થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી છે. ભળડાસર ગામમાં પટેલ સમાજની બેઠક મળી હતી. જેમાં ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી હતી. સાથે જ પટેલ સમાજે હુંકાર કર્યો છે કે જો ભાજપ થરાદ બેઠક પર બહારના કોઇ વ્યક્તિને ટિકિટ આપશે તો ચલાવી લેવામાં નહીં આવે

(9:29 pm IST)