Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 'અગ્રેસર ગુજરાત' અભિયાનનો પ્રારંભ

ભાજપ સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતા પાસેથી તેમના અભિપ્રાય,સૂચનો અને લાગણીઓ જાણવાનો પ્રયાસ કરશે

અમદાવાદ :  ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 'અગ્રેસર ગુજરાત' અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત ભાજપ સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતા પાસેથી તેમના અભિપ્રાય,સૂચનો અને લાગણીઓ જાણવાનો પ્રયાસ કરશે. આ માટે સુરત ભાજપે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે.

 સુરતમાં વિધાનસભા દીઠ 50 સૂચન પેટીઓ મુકાશે. આ સૂચન પેટી લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ મુકાશે જેથી જનતાને સૂચનો આપવામાં સરળતા રહે. આ ઉપરાંત વેબસાઇટ અને મોબાઇલ નંબરના માધ્યમથી પણ સૂચન આપી શકાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં "અગ્રેસર ગુજરાત" અભિયાનમાં આગામી સમયમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રનાથ પાંડે અને ગિરિરાજસિંહ પણ જોડાશે.

(10:52 pm IST)