Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરતમાં ભાજપને લાગ્યો ફટકો :પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાયા

ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધું

સુરત ભાજપના પૂર્વ શહેર ઉપ પ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ પાર્ટી છોડી દીધી હતી. ભાજપનો સાથ છોડનાર શર્માએ હવે આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ મંગળવારે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક વર્ષમાં પાર્ટીમાં હાસિંયામાં ધકેલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ ભાજપ છોડ્યા બાદ આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસ શર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના નજીકના ગણવામાં આવે છે.

(9:19 pm IST)