Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં બે યુવકોને ધારદાર છરા સાથે પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા:  ફતેગંજ વિસ્તારમાંથી પોલીસે આજે સવારે બે યુવકોને ધારદાર છરા સાથે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. શહેરમાં ચૂંટણીના માહોલ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઘાતક શસ્ત્રો સાથે ફરતા હોય તેવા શખ્સો ઉપર નજર રાખવા પોલીસ કમિશનરે સૂચના આપી હોવાથી પોલીસ દ્વારા શકમંદો પર નજર રાખી પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાનમાં ફતેગંજ પોલીસની ટીમ આજે સવારે છાણી જકાતનાકા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે યુવકો શકમંદ હાલતમાં જણાઈ આવતા પોલીસે તેઓને તપાસ્યા હતા. આ પૈકી એકનું નામ દીપક અરવિંદભાઈ તડવી શિંગોડા તળાવ કિશનવાડી તેમજ બીજાનું નામ હર્ષ મોહનભાઈ ઠાકોર ભાવચાર્ય ફ્લેટ વાઘોડિયા રોડ હોવાનું ખુલ્યું હતું. બંને યુવકો પાસે લોખંડના એક ફૂટ લાંબા બે છરા મળી આવતા પોલીસે છરા કબજે કરી બંનેની અટકાયત કરી હતી. છરા રાખવાનું કારણ જાણવા તેઓની પૂછપરછ કરવામાં આવી છે.

(6:17 pm IST)