Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વડોદરામાં ધો10માં ભણતી વિદ્યાર્થિનીની મિત્રતાના નામે લાલચ આપી અલગ લેગ જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: ધોરણ 10થી ઓળખીતી ક્લાસમેટ વિદ્યાર્થીનીને મિત્રતાના નામે લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધી તથા ઓરલ સેક્સ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જો મળવા નહીં આવે તો તારા ઘરના બધાને જાણ કરી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે માંજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલ વડસર રોડની સમર્પણ સોસાયટીમાં રહેતો કોમિલ પ્રમોદ અટારી (ઉ.વ.24) ધોરણ 10માંથી તેના ક્લાસમેટ તરીકેની એક યુવતીને ઓળખતો હતો. ઓળખાણનો લાભ લઇ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આ દરમિયાન કોમિલ યુવતીને માંજલપુર ઇવા મોલ પાસે આવેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ તથા અલકાપુરીની હોટલ ગ્રાન્ટમાં અલગ અલગ દિવસે લઈ ગયો હતો અને લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. શારીરિક સંબંધ ટાણે તેણે ઓરલ સેક્સ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. કોમિલ ખોટી રીતે પોતાને ફસાવી રહ્યો છે એવો અણસાર આવી જતા યુવતીએ તેને મળવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ કોમિલે જો તને હું બોલાવું અને ત્યારે તું મળવા નહીં આવે તો તારા ઘરના બધાને હું કહી દઈશ અને તને પણ જાનથી મારી નાખીશ જેવી ધમકી આપતો હતો. કોમીલની અવારનવાર માંગણીઓથી કંટાળીને આખરે પીડીતાએ માંજલપુર પોલીસ મથકે તેના વિરુદ્ધ દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકી મામલે ગુનો દાખલ કરાવ્યો હતો. ગઈકાલ રાત્રે દાખલ થયેલી ફરિયાદ બાદ પીએસઆઇ દીપિકા પ્રજાપતિએ તપાસ હાથ ધરી હતી અને આરોપીને પોલીસ મથકે લઈ આવ્યા હતા. તપાસ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે અને આરોપીના હાલ કોવિડ સહિતના રિપોર્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સાથે ભોગ બનેલી યુવતીના પણ મેડિકલ ગ્રાઉન્ડની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ અને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવશે. બનાવ સ્થળ સહિતની જગ્યાએ તપાસ બાદના આધારે આગળની કાર્યવાહી કરાશે.

(6:17 pm IST)