Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરતના રાંદેર વિસ્તારમાં ઘરફોડ ચોરીના 12 ગુનાહમાં સંડોવાયેલ રીઢા આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત: શહેરના રાંદેર પોલીસે કુલ રૃ.14.94 લાખના ઘરફોડ ચોરીના કેસમાં જેલભેગા કરેલા તથા 12 જેટલા આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ નકારી કાઢી છે.

સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં રહેતા ફરિયાદીના ઘરમાં ગેરકાયદે ગૃહપ્રવેશ કરીને રૃ.6.60 લાખના સોના ચાંદીના દાગીના તથા રૃ.5લાખની રોકડ રકમની ચોરીના ગુનામાં મૂળ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના વતની 26 વર્ષીય લખનસિગ કરતારસિંગ બાવરી(રે.શીખવાડા મહેમદાબાદ રેલ્વે સ્ટેશન,મહેમદાબાદ તા.નડીયાદ જિ.ખેડા)ની ગઈ તા.29-6-2022ના રોજ ધરપકડ કરી જેલભેગો કર્યો હતા.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદી તરફે કેતન રેશમવાલાની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી એ સહ આરોપી સાથે મળીને કુલ 14.94 લાખની ચોરી કરી છે.આરોપી સુરત ઉપરાંત,નવસારી,આણંદ તથા ખેડા જેવા શહેરોમાં પણ  આવા 12 જેટલા અન્ય ગુનામાં સંડોવાયેલો છે.

(6:16 pm IST)