Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરત:વેસુમાં વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવનાર 9 લોકોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

સુરત: શહેરના વેસુ-આભવા રોડ સ્થિત વેસ્ટ ફીલ્ડ કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં કૂંટણખાનું ચલાવનાર લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં એએચટીયુની ટીમે દરોડા પાડી 9 લલના, એક ગ્રાહક સહિત 11 ની ધરપકડ કરી હતી. જયારે ફીલ ફેમિલી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. એેચટીયુની ટીમે બાતમીના આધારે વેસુ-આભવા રોડ સ્થિત નંદની એપાર્ટમેન્ટની બાજુમાં વેસ્ટ ફીલ્ડ કોમ્પ્લેક્ષના બીજા માળે લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પાની આડમાં ધમધમતું કૂંટણખાનું ઝડપી પાડી લકી ફેમીલી સ્પાના માલિક મીના શંકરસિંહ રાજપુત ઉપરાંત પાંચ લલના અને ગ્રાહકને ઝડપી પાડયા હતા. જયારે ફીલ ફેમિલી સ્પામાંથી મેનેજર શરૂતીદેવ ઉર્ફે મુસ્કાન શશીભુષણ ચૌધરી (ઉ.વ. 24 રહે. ગુ.હા. બોર્ડ પાસે, કૈલાશ ચોકડી, પાંડેસરા) અને સ્પામાં નોકરી કરતા સંતોષ તારક ઘોષ (ઉ.વ. 32 રહે. વિનાયકનગર, પાંડેસરા) અને 4 લલનાની ધરપકડ કરી હતી. પોલીસે બંને સ્પામાંથી કુલ રોકડા રૂ. 7 હજાર અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. 37 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ફીલ ફેમિલી સ્પાના માલિક અંકિતસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો. એએચટીયુની ટીમે તમામનો કબ્જો વેસુ પોલીસને હવાલે કર્યો હતો. એએચટીયુની ટીમે બાતમીના આધારે વેસુ વીઆઇપી પ્લાઝાની સામે આસ્થા કોર્પોરેટ કેપીટલ નામની બિલ્ડીંગમાં આવેલા દેશી ચાઇ ઠેકામાં દરોડા પાડયા હતા. જયાંથી ગેરકાયદે ધમધમતા કપલ બોક્સમાં દરોડા પાડી સંચાલક રાકેશ રમેશ રાઠોડ (રહે. ન્યુ ફાઉડ પ્લાઝા, પીપરડી સ્ટ્રીટ, સલાબતપુરા) અને દુકાનમાં રહેતા મેનેજર રાજકુમાર શીવચરણની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કપલ બોક્સનો માલિક મીતુરાજસિંહ મનુભાઇ મકવાણા (રહે. શેઠના ચોક, અમદાવાદ) હોવાની કબૂલાત કરી હતી. દેશી ચાઇ ઠેકાની આડમાં ધમધમતા કૂંટણખાનામાં ચાર બોક્સ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત સીસીટીવી કેમેરા કે રજીસ્ટર પણ મેઇન્ટેન કરવામાં આવતું ન હતું. જેથી અલથાણ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી રાકેશ અને રાજકુમારની ધરપકડ કરી હતી. જયારે માલિક મીતુરાજસિંહને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

(6:16 pm IST)