Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દાહોદ તાલુકાના મોટીસારસી ગામે કારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી

દાહોદ: તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે મોટીસારસી ગામે નાકાબંધી કરી આવતા જતાં તમામ વાહનોની તલાસી લેતા સમયે બાતમી મળી હતી કે,એક કારમાં દારૂ લઇ જવામાં આવવાનો છે.તે સમયે કાર નજીક આવતા પાલીસે કાર ઉભી રાખી   સવાર અરવિંદ ભાઈ અમરસીંઘ ભાઈ ખનોડ (ગારી) (રહે. બોરીયા, બોરીયાળી, ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), રાકેશ ભાઈ મોહનભાઈ દેવડા (ગારી) (રહે.  ભેગારી, ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) અને વિપુલ ભાઈ જંગલસીંગ ભુરીયા (રહે. ભેગારી ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ)ની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લીધી હતી. તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૩૩૬ કિંમત રૂા. ૩૪,૨૪૨ તથા ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૯,૨૭૨ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય જણા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી   કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)